દિવાળીના પર્વ પર દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે

આ દરમિયાન દીવો કઈ દિશામાં અને કેવી રીતે પ્રગટાવવામાં આવે તે પણ ખૂબ મહત્વનું છે

માન્યતા છે દિવાળી પર દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવતો નથી

આ દિશાને યમરાજની દિશા માનવામાં આવે છે અને કહેવાય છે કે

આ દિશામાં દિવો પ્રગટાવવો શુભ માનવામાં નથી આવતો

દીવો પ્રગટાવવાની સૌથી ઉત્તમ દિશા ઉત્તર પૂર્વ કે ઈશાન માનવામાં આવે છે

ઈશાન ખૂણાની તરફ દીવાનું મુખ રાખવામાં આવે છે.

દિવાળીના દિવસે સૌથી પહેલા ઘરના મંદિરમાં લક્ષ્મી માતા સમક્ષ દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવ્યો છે

જો આમ ન કરવામાં આવે તો લક્ષ્મી માતા નારાજ થઈ જાય છે

તુલસીના છોડ નજીક દીવો રાખવો શુભ માનવામાં આવે છે