હિન્દુ ધર્મમાં દેવી-દેવતાઓની પૂજા-પાઠનું વિશેષ મહત્વ છે અનેક લોકો ઘરના મંદિરમાં પૂજા કરે છે કેટલાક લોકો દેવ સ્થાન અને મંદિરમાં જઈને પૂજા કરે છે અનેક વખત લોકો પૂજા દરમિયાન અને પૂજા બાદ નાની ભૂલો કરે છે આ ભૂલોના કારણે પૂજાનું શુભ પરિણામ પ્રાપ્ત થતું નથી ભગવાનને અર્પણ કરેલો પ્રસાદ મંદિરથી આવતી વખતે રસ્તામાં ગ્રહણ ન કરવો જોઈએ મંદિરેથી ઘરે આવીને સમગ્ર પરિવારને પ્રસાદ વહેંચીને ગ્રહણ કરવો જોઈએ મંદિર જતી વખતે અને પરત આવતી વખતે ક્યારેય ખાલી લોટો લઈને આવવું જોઈએ નહીં મંદિરમાં ભગવાનને જળ અર્પણ કરતી વખતે લોટામાં થોડું જળ રહેવા દેવું જોઈએ