દરેક વ્યક્તિ પૈસા કમાવવા માટે ખૂબ મહેનત કરે છે. જીવન સંબંધિત આનંદ મેળવવા માટે પૈસાની જરૂર હોય છે અને દરેક વ્યક્તિને આ પૈસા ખૂબ મહેનત અને નસીબથી મળે છે.

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે જ્યારે તે પોતાની ઈચ્છા પૂરી કરવા માટે બહાર જાય તો તેના વોલેટ કે પર્સમાં પૈસાની કમી ન રહે.

દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે પર્સમાં હંમેશા પૈસા ભરેલા રહે, પરંતુ જીવનની બધી ખુશીઓ માત્ર વિચારવાથી નથી મળતી

જ્યારે પૈસા હાથમાં આવે છે, ત્યારે અચાનક નવા ખર્ચાઓ સામે આવે છે અથવા પગાર ખાતામાં જમા થતાં જ ખર્ચ થઈ જાય છે. આવી સ્થિતિમાં ખાસ જ્યોતિષીય ઉપાયો કરવાની જરૂર છે

જો તમારો પગાર જલ્દી સમાપ્ત થઈ જાય છે અને દર મહિને નવા ખર્ચાઓ સામે આવે છે, તો તમે તમારી રાશિ પ્રમાણે આ ઉપાયો અજમાવી શકો છો

મેષ, સિંહ કે ધન રાશિના જાતકોના પગારથી ખર્ચ પૂરો થતો ન હોય તો તમારા પગારનો અમુક ભાગ દાનમાં આપો.

વૃષભ, કન્યા કે મકર રાશિના લોકોએ પોતાની આવકનો થોડો ભાગ દાનમાં આપવો જોઈએ, દર શનિવારે શનિદેવને તેલ ચઢાવવું જોઈએ.

મિથુન, તુલા અથવા કુંભ રાશિના લોકોએ પોતાના પગારનો અમુક ભાગ ગરીબોના સ્વાસ્થ્ય પર ખર્ચ કરવો જોઈએ

કર્ક, વૃશ્ચિક અથવા મીન રાશિના જાતકોએ પગારની પ્રાપ્તિ પર કપડાં અથવા પગરખાંનું દાન કરવું જોઈએ.

ઉપર દર્શાવેલા સૂચનનો અમલ કરતાં પહેલા નિષ્ણાતોની સલાહ લો,