દીપિકા ચિખલિયા શરૂઆતથી જ ફિલ્મોમાં કામ કરવા માંગતી હતી

રામાનંદ સગારની રામાયણમાં કામ કરતા પહેલા દીપિકાએ બી ગ્રેડની ફિલ્મોમાં કામ કર્યુ હતું

દીપિકા પાસે બાળપણમાં જ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરવાની ઓફર આવી હતી

આ ઓફરને દીપિકાના પરિવારજનોએ અભ્યાસમાં અડચણ થશે તેમ કહીને ફગાવી દીધી હતી

અભ્યાસ પૂરો કર્યા બાદ દીપિકા ચિખલિયાએ 1983માં સુન મેરી લૈલા ફિલ્મથી ડેબ્યૂ કર્યુ

દીપિકા ચિખલિયાની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી

જે બાદ દીપિકાની ઘર સંસાર, ભગવાન દાદા અને પત્થર જેવી અનેક ફિલ્મો સતત ફ્લોપ થઈ

આ ફિલ્મો ફ્લોપ ગયા બાદ દીપિકાએ ટીવી તરફ જોયું અને ફિલ્મોમાં પણ કામ કરતી રહી

ફિલ્મોમાં કામ કરવાના શોખના કારણે દીપિકાએ હોરર અને બી ગ્રેડની ફિલ્મોમાં પણ કામ કર્યુ

ચીખ અને રાત કે અંધેરે જેવી બી ગ્રેડ ફિલ્મોમાં તે કામ કરી ચુકી છે અને ઘણા બોલ્ડ સીન પણ આપ્યા છે

આ ઉપરાંત દીપિકા રામાનંદ સાગરની સીરિઝ વિક્રમ વેતાળમાં પણ કામ કરી ચુકી છે