હરિયાણવી સિંગરમાં સપના ચૌધરીનું નામ ટોચ પર છે. હરિયાણવી ડાંસર અને સિંગર સપના ચૌધરી સોશિયલ મીડિયા પર ફેંસ સાથે જોડાયેલી રહે છે. ફેંસ પણ તેના ફોટા અને તસવીરોનો સારો રિસ્પોન્સ આપે છે. સપનાની લોકપ્રિયતા કોઈ બોલિવૂડ સેલ્બસથી ઓછી નથી. સપના ચૌધરીની વીડિયોના લાખો વ્યૂ આવે છે અને વાયરલ થાય છે. સપનાનો દેશી અંદાજ દર્શકોને ઘણો પસંદ આવી રહ્યો છે. સપના ચૌધરી જ્યાં જાય છે ત્યાં ફેંસ એક ઝલક મેળવવા આતુર રહે છે. સપના ચૌધરીનું નામ જ નહીં તેની સરનેમ પણ અસલી નથી. સપનાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેનું અસલી નામ સુષ્મિતા છે. જે તેની ફોઈએ પાડ્યું છે. તેની સરનેમ ચૌધરી નહીં અન્ની છે. સપનાને ચૌધરી સરનેમ તેના ફેંસે આપી છે. સપના ચૌધરીના ગીત આજે દેશમાં લગ્નો અને પાર્ટીમાં વાગે છે. તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ