ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે ભારતમાં અનેકતામાં એકતા જોવા મળે છે દરેક શહેરની એક અલગ ખાસિયત જોવા મળે છે શું તમે ક્યારેય સાંભળ્યું છે કે આપણા દેશમાં એક શહેર એવું છે જેને પીત્તળ નગરી કહેવાય છે જો તમે આ શહેર અંગે નથી જાણતા તો અમે આજે તમને આ અંગે જણાવીએ છીએ પીત્તળની નગરીના નામથી જાણીતા શહેરનું નામ છે મુરાદાબાદ આ શહેર ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવે છે આ શહેરની પીત્તળની નગરીનું નામ એક સરકારી યોજના અંતર્ગત આપવામાં આવ્યું હતું ઉત્તર પ્રદેશ સરકારની એક જિલ્લો-એક ઉત્પાદન યોજના હેઠળ આ નામ મળ્યું છે