કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાને લઈને ચર્ચામાં રહે છે આ મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ પોતાના લગ્નને લઈને મૌન તોડ્યું છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે તેઓ કેવા પ્રકારની છોકરી સાથે લગ્ન કરશે રાહુલ ગાંધીએ તેમના લગ્ન અંગે નિખાલસ જવાબો આપ્યા હતા રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ આવા જીવનસાથી સાથે જીવન પસાર કરવા માંગે છે. જેમનામાં તેમની માતા સોનિયા ગાંધી જેવા ગુણો હોય રાહુલે કહ્યું કે છોકરીમાં દાદી ઈન્દિરા ગાંધી જેવા ગુણ હોવા જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું કે ઈન્દિરાજી મારા જીવનનો પ્રેમ અને મારી બીજી માતા હતી. હવે રાહુલ ગાંધીનો જવાબ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે રાહુલ ગાંધી 52 વર્ષના છે. રાહુલ અવારનવાર પોતાના લગ્નના સમાચારોને લઈને ચર્ચામાં રહે છે.