ગઈકાલે રાત્રે આવેલા ભૂકંપના જોરદાર આંચકાથી ઉત્તર ભારત હચમચી ઉઠ્યું હતું. દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.

નેપાળમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ હતું. ભૂકંપની ઊંડાઈ જમીનથી 5 કિમી નીચે હતી.


આગળની સ્લાઈડ્સમાં જાણો ભૂકંપમાં શું કરશો અને શું નહીં

જો તમે ભૂકંપ દરમિયાન ઘરની અંદર હોવ તો જમીન પર સુઈ જાવ અને મજબૂત ટેબલ અથવા ફર્નિચરના કોઈપણ ટુકડા નીચે બેસો.

ભૂકંપ વખતે કાચ, બારીઓ, દરવાજા અને દિવાલોથી દૂર રહો. પડતી વસ્તુઓની આસપાસ ન રહો.

ભૂકંપ વખતે કાચ, બારીઓ, દરવાજા અને દિવાલોથી દૂર રહો. પડતી વસ્તુઓની આસપાસ ન રહો.

જો તમે ઘરની બહાર હોવ તો જ્યાં છો ત્યાં જ રહો. ઈમારતો, વૃક્ષો, સ્ટ્રીટ લાઈટો અને વીજળી/ટેલિફોનના થાંભલા અને વાયરોથી દૂર રહો.

જો તમે ખુલ્લી જગ્યાએ હોવ તો, જ્યાં સુધી ભૂકંપના આંચકા બંધ ન થાય ત્યાં સુધી ત્યાં જ રહો.

ભૂકંપના આંચકા આવે ત્યારે ખુલ્લા મેદાનમાં જઈને ઊભા રહેવું વધુ સારું છે.

તમામ તસવીર સૌજન્યઃ સોશિયલ મીડિયા