કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે ભારત જોડો યાત્રા પંજાબમાં પ્રવેશતા જ અમૃતસરમાં સુવર્ણ મંદિરની મુલાકાત લીધી હતી

યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ ગોલ્ડન ટેમ્પલમાં માથું ટેકવ્યું.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, રાહુલ ગાંધી જ્યારે શ્રીહરમંદિર સાહિબ પહોંચ્યા ત્યારે કોંગ્રેસ નેતાએ પાઘડી બાંધી.

પાઘડી પહેરીને ગુરુદ્વારા સાહિબમાં માથું ટેકવ્યું હતું.

રાહુલ ગાંધી શ્રી અકાલ તખ્ત સાહિબની અંદર ગયા ન હતા. તેમણે બહારથી શ્રી અકાલ તખ્ત પર પ્રણામ કર્યા.

રાહુલ ગાંધીએ શ્રી હરમંદિર સાહિબ ખાતે કીર્તન જાથાની પાછળ બેસીને ઈલાહી ગુરબાનીનું કીર્તન સાંભળ્યું.

રાહુલ ગાધીએ ગોલ્ડન ટેમ્પલ પરિસરમાં આવેલા લોકોનું હાથ જોડી અભિવાદન કર્યુ હતું.