દેશમાં લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે અને 4 જૂને પરિણામ જાહેર થશે ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષોએ મોટાભાગની બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે મથુરા લોકસભા સીટ પરથી ભાજપે એક્ટ્રેસ હેમા માલિનીને ટિકિટ આપી છે કોંગ્રેસે મથુરામાં લોકસભા ચૂંટણીની સ્પર્ધાને રસપ્રદ બનાવી છે. અહીંથી કોંગ્રેસે આંતરરાષ્ટ્રીય બોક્સર વિજેન્દર સિંહને બીજેપી ઉમેદવાર ફિલ્મ અભિનેત્રી હેમા માલિની સામે મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે આ ચૂંટણીમાં જાટ પ્રભુત્વ ધરાવતી બેઠકો પર જાટ કાર્ડ રમીને સૌને ચોંકાવી દીધા છે ભાજપે ફિલ્મ અભિનેત્રી હેમા માલિનીને નામાંકિત કર્યા છે , જેઓ મથુરાના બે વખત સાંસદ છે. જો કે તેમને અહીંથી આરએલડીનું સમર્થન પણ છે. આ વખતે અહીં રોચક મુકાબલો થઈ શકે છે હેમામાલિની પણ આ બેઠક પર જીતની હેટ્રિક લગાવવા આતુર છે