ચૂંટણી પંચે આચારસંહિતા લાગુ થયા બાદ કઈ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મુકવામાં આવશે તે અંગે માર્ગદર્શિકા બનાવી છે. આચારસંહિતા લાગુ થયા બાદ કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા કોઈ નવી યોજનાઓ કે નવી જાહેરાતો કરી શકાશે નહીં. કોઈ ભૂમિપૂજન અને ઉદ્ઘાટન થઈ શકતા નથી. સરકારી વાહનો, બંગલા, વિમાન વગેરેનો ઉપયોગ પ્રતિબંધિત રહે છે. આચાર સંહિતા લાગુ થતાની સાથે જ દિવાલો પર લખેલા પાર્ટી સંબંધિત તમામ સૂત્રો અને પ્રચાર સામગ્રી દૂર કરવામાં આવે છે ચૂંટણી દરમિયાન ધાર્મિક સ્થળો અને પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવશે નહીં. રાજકીય પક્ષોએ રેલી, સરઘસ કે સભાઓ માટે પરવાનગી લેવી પડશે. કોઈપણ ઉમેદવાર કે પક્ષ પર અંગત હુમલા ન કરી શકાય. મતદારોને મતદાન મથકો સુધી લઈ જવા માટે વાહનો આપી શકાશે નહીં.