તમિલનાડુના સાલેમમાં મંગળવારે એક રેલીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ જ ભાવુક થઈ ગયા હતા

ભાજપના પ્રદેશ મહાસચિવ 'ઓડિટર' વી રમેશને યાદ કરીને ભાવુક બનીને તેમણે પોતાનું ભાષણ બંધ કરી દીધું હતું

પોતાના નેતાને યાદ કરતા પીએમ મોદીએ કહ્યું કે આજે હું સાલેમમાં છું. હું ઓડિટર રમેશને મિસ કરું છું.

રમેશે પાર્ટી માટે દિવસ-રાત મહેનત કરી. તેઓ અમારી પાર્ટીના સમર્પિત નેતા હતા

તે એક મહાન વક્તા અને ખૂબ જ મહેનતુ વ્યક્તિ હતા. હું તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

પીએમ મોદીએ તમિલનાડુ ભાજપના પૂર્વ અધ્યક્ષ કેએન લક્ષ્મણનને પણ યાદ કર્યા

પીએમે કહ્યું કે કટોકટી વિરોધી ચળવળમાં લક્ષ્મણનની ભૂમિકા અને સામાજિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગીદારી હંમેશા યાદ રાખવામાં આવશે.

રાજ્યમાં ભાજપના વિસ્તરણમાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે. તેમણે કહ્યું કે તેમણે રાજ્યમાં ઘણી શાળાઓ પણ શરૂ કરી છે.



પીએમ મોદીની રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને રોડ શોમાં પણ જંગી મેદની ઉમટી હતી

રોડ શો કરતાં પીએમ મોદી