વિશ્વનો સૌથી મોટો લોકતાંત્રિક તહેવાર આજથી શરૂ થયો છે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થયું હતું શાહડોલના બુરહર તહસીલના બમહૌરી ગામમાં આજે સવારે લગ્નની વિધિઓ પૂરી થતાં જ નવપરિણીતાએ વિદાય લેતા પહેલા પોતાનો મત આપ્યો હતો જમ્મુ-કાશ્મીરના એક પોલિંગ બુથમાં વરરાજ મત આપવા આવ્યા ત્યારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા દેશમાં હાલ લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે અનેક રાજ્યોમાં નવદંપતિ સાથે વોટિંગ કરવા આવ્યા હતા વોટિંગ કરવા આવેલા નવદંપત્તિએ તમામને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી એક દંપત્તિ કારમાં બેસીને વોટિંગ કર્યાની નિશાની બતાવી હતી યુપીના એક ગામમાં દુલ્હને સાત ફેરા લેતા પહેલા વોટિંગ કર્યુ હતું પ્રથમ તબક્કાના વોટિંગને લઈ મહિલા મતદારોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો અકસ્માતનો ભોગ બનેલો એક વ્યક્તિ વ્હીલચેર પર બેસીનો વોટિંગ કરવા આવ્યો હતો