ફિલ્મ અભિનેત્રી કાજલ અગ્રવાલે નવા ફોટોશૂટથી ઇન્ટરનેટ પર ધમાલ માચવી દીધી છે સાઉથથી લઈને બોલિવૂડ ફિલ્મોમાં પોતાની એક્ટિંગ અને સુંદરતાથી દર્શકોનું દિલ જીત્યુ છે આ વખતે 'સિંઘમ' એક્ટ્રેસ કાજલ અગ્રવાલ પ્રિન્ટેડ ચોલીમાં અપ્સરા લાગી રહી છે કાજલ અગ્રવાલે સ્લીવલેસ ડ્રેસમાં કેમેરાની સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે ઓપન શૉર્ટ હેર અને હાઇ હીલ્સ સાથે મિનિમલ મેકઅપ સાથે લૂકને પુરો કર્યો છે અભિનેત્રી ચાહકોને અપડેટ કરવા માટે તેના લેટેસ્ટ ફોટા અને વીડિયો શેર કરતી રહે છે કાજલની પોસ્ટને ચાહકો ખૂબ પસંદ કરે છે અને યુઝર્સ પણ તેના પર ઘણો પ્રેમ વરસાવે છે કાજલે બોલિવૂડથી લઈને સાઉથની ફિલ્મોમાં જોરદાર કામ કર્યું છે ખાસ વાત છે કે, લગ્ન બાદ અને એક બાળકની માતા હોવા છતાં તે પોતાના કામમાં સંપૂર્ણ રીતે સક્રિય છે તમામ તસવીરો કાજલ અગ્રવાલના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે