બૉલીવુડ એક્ટ્રેસ ફાતિમા સના શેખ ફરી એકવાર પોતાના અફેરની ચર્ચાઓને લઇને સોશ્યલ મીડિયા પર છવાઇ ગઇ છે.

આ વખતે તે રિલેશનશપ નહીં પરંતુ લગ્નની વાતના કારણે મીડિયામાં છવાઇ છે.

બૉલીવુડમાં વધુ એક હૉટ એક્ટ્રેસ ફાતિમા સના શેખ લગ્ન કરવા જઇ રહી હોવાની વાત ચર્ચાઇ રહી છે, જોકે આ અંગે હજુ સુધી ખુલાસો નથી થયો.

થોડાક સમય પહેલા એક્ટ્રેસ ફાતિમા સના શેખનું સુપરસ્ટાર આમિર ખાન સાથે અફેર હોવાની વાત પણ ખુબ ચર્ચામાં રહી હતી

સોશ્યલ મીડિયા પર ફાતિમા સના શેખની એક પૉસ્ટ ખુબ વાયરલ થઇ રહી છે, જે એક્ટ્રેસ ખુદ શેર કરી છે

એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક તસવીરો શેર કરી છે અને સાથે લખ્યું છે Knot.

આ નૉટ શબ્દનો ફેન્સ તેને લગ્ન સાથે જોડીને જોઇ રહ્યાં છે.

આ તસવીરોમાં એક્ટ્રેસ એક રિસ્ક એથનિક આઉટફિટમાં ખુબ ગ્લેમરસ લાગી રહી છે.

જેમાં એક બેકલેસ ટૉપ અને હાઇ વેસ્ટ પેન્ટ સામેલ છે.

લોકો તસવીરોમાં ફાતિમા સના શેખના કાતિલ લૂક પર ફિદા છે, તો વળી કેટલાક તેના આઉટફિટની પ્રસંશા કરી રહ્યાં છે

તમામ તસવીર સૌજન્યઃ fatimasanashaikh ઈન્સ્ટાગ્રામ