આજના સમયમાં સ્માર્ટફોનમાં વ્યક્તિગત માહિતી, બેંકિંગ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હોવાથી ફોન સુરક્ષિત રાખવો ખૂબ જ જરૂરી છે

ફોન હેક થયો હોય તો કેટલાક સંકેતો દેખાવા લાગે છે

સમય રહેતા તેની ઓળખ કરવામાં આવે તો નુકસાનીથી બચી શકાય છે

બેટરી સામાન્ય કરતાં ખૂબ ઝડપથી ખાલી થવા લાગે અથવા ફોન વધુ ગરમ રહે, તો બેકગ્રાઉન્ડમાં શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી હોઈ શકે છે

તમારી જાણ વગર મોબાઇલ ડેટાનો ઉપયોગ અચાનક વધી જાય તો સાવધાન રહેવું જોઈએ.

ફોન અચાનક ખૂબ ધીમો ચાલવા લાગે, વારંવાર હેંગ થાય અથવા એપ્સ પોતાની મેળે બંધ થઈ જાય તો તે હેકિંગનો સંકેત હોઈ શકે છે.

ફોનમાં અજાણી એપ્સ દેખાય અથવા તમે ઇન્સ્ટોલ ન કરેલી એપ્સ મળી આવે તો તે માલવેરનું નિશાન હોઈ શકે છે.

અજાણ્યા મેસેજ કે કોલ્સ આવવા કે જવા લાગે

વારંવાર પોપ-અપ જાહેરાતો આવવી અથવા સ્ક્રીન પર અજાણી પ્રવૃત્તિ થવી પણ ફોન હેક થવાનો સંકેત હોઈ શકે છે.

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે