ચોમાસાની સીઝનમાં ફોન પલળવાનું ટેન્શન મોટાભાગના લોકોને હોય છે

પરંતુ હવે સવાલ છે કે, પાણીમાં પડેલા કે પલળેલા સ્માર્ટફોનને બચાવવો કેવી રીતે

જો તમારો સ્માર્ટફોન પલળી જાય તો તરત તેને સ્વીચ ઓફ કરી દો, પલળેલો ફોન ઉપયોગ કરવો ખતરનાક સાબિત થઈ શકે છે

સ્માર્ટફોન ઓફ કર્યા બાદ તેને સૂકા અને સાફ કપડાથી લૂછી લો, પછી તેને પેપર ટિશ્યૂ કે કિચન ટોવેલમાં લપેટી દો, જેથી તે ફોનના પાણીને શોષી લે.

ફોનનું કવર, સિમ કાર્ડ, મેમરી કાર્ડ અને જો બેટરી નીકળતી હોય તો તેને તરત બહાર કાઢો

ફોનને સૂકવવા માટે ભૂલથી પણ ગરમ હેર ડ્રાયરનો ઉપયોગ ન કરો, પાર્ટ્સ ઓગળી શકે છે.

સ્માર્ટફોનને ઓછામાં ઓછા 24 કલાક સુધી પંખાની હવામાં સંપૂર્ણપણે સુકાવા દો.

જેવો ફોન ઓન થાય કે તરત જ ઝડપથી તેના ડેટાનો બેકઅપ લઈ લો. બની શકે છે કે તેનો કોઈ પાર્ટ ખરાબ થઈ ગયો હોય અને આ કારણે તેનો ડેટા હંમેશા માટે જતો રહે.

જો ફોન ચાલુ ન થાય તો પોતે પ્રયોગો કરવાને બદલે ઓથોરાઈઝ્ડ સર્વિસ સેન્ટર પર જઈ બતાવો.

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે