લેપટોપ ખરીદતી વખતે ઘણીવાર લોકો ઉતાવળમાં કેટલીક સામાન્ય ભૂલો કરી બેસે છે

જેના કારણે પછીથી પસ્તાવો કરવો પડી શકે છે.

તમારે કયા કામ માટે (અભ્યાસ, ગેમિંગ, ઓફિસ) લેપટોપ જોઈએ છે તે નક્કી કર્યા વિના લેપટોપ લેવું એ સૌથી મોટી ભૂલ છે.

માત્ર બ્રાન્ડનું નામ જોઈને ખરીદવું યોગ્ય નથી, તેના સ્પેસિફિકેશન ચેક કરવા વધુ જરૂરી છે

4GB RAM અથવા HDD વાળું લેપટોપ આજના સમયમાં સ્લો પડી શકે છે. ઓછામાં ઓછી 8GB RAM અને SSD હોવું એ સારો વિકલ્પ છે.

ઓછું બેટરી બેકઅપ ધરાવતું લેપટોપ મુસાફરી દરમિયાન અથવા કોલેજ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

ભવિષ્યમાં RAM/સ્ટોરેજ વધારવાનો વિકલ્પ હોવો ખૂબ જ જરૂરી છે.

ખરીદતા પહેલા યુઝર રિવ્યુ વોરંટી અને સર્વિસ સપોર્ટ ચેક કરવા પણ ખૂબ મહત્વના છે.

ખૂબ સસ્તું લેપટોપ લેવાથી ક્વોલિટી અને પરફોર્મન્સ સાથે સમજૂતી કરવી પડી શકે છે.

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે