સ્માર્ટફોન આજે આપણા જીવનનો એક મહત્વનો હિસ્સો બની ગયો છે

આપણે દરરોજ કોલ, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા અને ઘણા જરૂરી કાર્યો માટે તેના પર નિર્ભર રહીએ છીએ

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે સ્માર્ટફોનની પણ એક પ્રકારની એક્સપાયરી ડેટ હોય છે?

હકીકતમાં સ્માર્ટફોન પર દૂધ કે દવાઓની જેમ કોઈ નક્કી કરેલી એક્સપાયરી ડેટ લખેલી હોતી નથી

તેમ છતાં, દરેક ફોનનું એક મર્યાદિત લાઈફ હોય છે, જે સામાન્ય રીતે 3 થી 5 વર્ષ સુધીનું માનવામાં આવે છે

સમયની સાથે ફોનની બેટરી નબળી પડવા લાગે છે અને ઝડપથી ડિસ્ચાર્જ થવા લાગે છે

સોફ્ટવેર અપડેટ બંધ થયા પછી ફોનનું પરફોર્મન્સ પણ ધીમે-ધીમે ઓછું થઈ જાય છે

જૂના ફોનમાં નવી એપ્સ બરાબર કામ નથી કરતી, જેના કારણે યુઝર એક્સપિરિયન્સ ખરાબ થાય છે.

ફોન વારંવાર હેંગ થવા લાગે છે

જો આ તમામ લક્ષણો જોવા મળે તો સમજી લો કે ફોનની લાઈફ પુરી થઈ ગઈ છે