ટીવી એક્ટ્રેસ ગૌતમી કપૂર 21 જૂને પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે તે એક સમયે ટીવીની જાણીતી એક્ટ્રેસ હતી. તે ટીવીના દિગ્ગજ કલાકાર રામ કપૂરની પત્ની છે. ગૌતમીએ મોડલિંગ સિવાય ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે ગૌતમીને સીરિયલ ‘કહેતા હૈ દિલ’માં જયાનું પાત્ર ભજવીને મળી હતી. ગૌતમીના પ્રથમ લગ્ન ફોટોગ્રાફર મધુ શ્રોફ સાથે થયા હતા. બાદમાં બંન્નેએ ડિવોર્સ લઇ લીધા હતા. ગૌતમી અને રામ કપૂરની પહેલી મુલાકાત 'ઘર એક મંદિર'ના સેટ પર થઈ હતી. વર્ષ 2003માં તેમણે લગ્ન કરી લીધા હતા. બંન્નેને બે બાળકો છે All Photo Credit: Instagram