વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના રાણીપ વિસ્તારની નિશાન સ્કૂલમાં મતદાન કર્યું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ નારણપુરામાં પરિવાર સાથે વોટિંગ કર્યું. લોકશાહીના પર્વ ચૂંટણીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પત્ની સાથે શીલજમાં વોટિંગ કર્યું. વિરોધ પક્ષના નેતા અને જેતપુર પાવી વિધાનસભાના ઉમેદવાર સુખરામભાઈ રાઠવાએ મતદાન કર્યું આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ અમદાવાદમાં વોટિંગ કર્યુ. ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિનશા પટેલે મતદાન કર્યું વિરમગામ વિધાનસભાના ઉમેદવાર લાખાભાઈ ભરવાડે મતદાન કર્યું વાવ વિધાનસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું, ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહે મતદાન કરી પોતાની જવાબદારી નિભાવી. કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે સહપરિવાર મતદાન કરીને જાગૃત નાગરિક તરીકેની ફરજ બજાવી.