ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી દ્વારા આજે ઉમેદવારોની 11મી યાદી જાહેર કરવામાં આવી. 11મી યાદીમાં 12 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સુરતની વરાછા બેઠક પરથી તાજેતરમાં આમ આદમી પાર્ટીમાં જોડાયેલા અલ્પેશ કથીરિયાને ટિકિટ આપવામાં આવી છે. અલ્પેશ કથીરિયા સુરત શહેરના વરાછા વિસ્તારનો સૌથી સ્વીકૃતિ ચહેરા પૈકીનો એક છે. અલ્પેશ કથીરિયાને પાટીદાર ચહેરા તરીકે ઓળખવામાં આવે છે અલ્પેશ કથીરિયા અમરેલીના મોટા ગોખરવાળા ગામના વતની છે. અલ્પેશ કથીરિયા રાજદ્રોહના કેસમાં 14 મહિના જેલમાં પણ રહી ચૂક્યાં છે. અલ્પેશ કથીરિયાએ LLBનો અભ્યાસ કર્યો છે. 2015માં હાર્દિક પટેલ સુરત આવ્યા ત્યારે તેમની સાથે મુલાકાત થઇ ત્યારથી આંદોલનમાં જોડાયા બાદ ચર્ચામાં આવ્યા હતા. તમામ તસવીર સૌજન્યઃ અલ્પેશ કથીરિયા ઈન્સ્ટાગ્રામ