કિંજલ દવે ગુજરાતની ટોચની ગાયિકાઓ પૈકીની એક છે. કિંજલ દવેનો જન્મ વર્ષ 1999માં ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં બ્રાહ્મણ પરિવારમાં થયો છે. કિંજલ દવેના પિતાનું નામ લલિતભાઈ છે. ચાર-ચાર બંગડી વાળા ગીતથી કિંજલ દવે ઘરે ઘરે જાણીતી થઈ છે. કિંજલ દવેના પ્રોગ્રામો માત્ર ગુજરાત જ નહીં અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, કેનેડામાં પણ થયા છે. કિંજલ દવે સોશિયલ મીડિયા પર બહોળો ચાહક વર્ગ ધરાવે છે. કિંજલ દવે તેની તસવીરો સતત ફેંસ સાથે શેર કરતી રહે છે. કિંજલ દવેએ પવન જોશી સાથે સગાઈ કરી છે.