દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ કપ 2023ની મેચમાં પાકિસ્તાનને હરાવીને પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી છે. આ જીતના હીરો કેશવ મહારાજ ભારતીય મૂળનો છે અને તેમની પત્ની પણ ભારતીય મૂળની છે. આફ્રિકાએ કેશવ મહારાજના ચોગ્ગાની મદદથી પાકિસ્તાન સામે 1 વિકેટથી જીત મેળવી હતી કેશવ મહારાજ બજરંગ બલીનો ભક્ત પણ છે. તેના બેટ પર ઓમનું સ્ટીકર ચર્ચાનો વિષય બની ગયું છે. દક્ષિણ આફ્રિકાના ડાબોડી સ્પિન બોલર કેશવ મહારાજની પત્ની લેરિશા પણ ભારતીય મૂળની છે કેશવ મહારાજ અને લેરીશાની લવસ્ટોરી એકદમ ફિલ્મી છે બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. જો કે, કેશવ મહારાજને લેરિશા સાથે લગ્ન કરવા પરિવારને સમજાવવા માટે સખત મહેનત કરવી પડી હતી. કેશવ અને લેરિશાએ 2019માં સગાઈ કર્યા બાદ એપ્રિલ 2022માં લગ્ન કર્યા હતા. All Photo Credit: Instagram