અનિયમિત ભોજન, લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું, તાણ વગેરેના કારણે એસિડિટી, ગેસ તેમજ અપચાની સમસ્યા હવે સામાન્ય થઇ ગઇ છે.

એસિડી થઈ હોય ત્યારે દવા ખાવા કરતાં ઘરેલું ઉપચાર કરીને રાહત મેળવી શકાય છે.

એસિડિટી પર જલદી ઇલાજ કરનાર લીંબુ છે. એક ગ્લાસ હુંફાળા પાણીમાં લીંબુ નિચોવીને પીવાથી રાહત થાય છે.

ગેસની સમસ્યાથી છુટકારો પામવા માટે છાશનું સેવન ફાયદાકારક સાબિત થાય છે.

આદુમાં એન્ટી-બેકટેરિયલ અને એન્ટીરઇન્ફ્લામેન્ટ્રી તત્વો સમાયેલા છે. જે ગેસથી રાહત આપે છે.

એક પેનમાં થોડુ પાણી ઉકાળી લેવું. તેમાં જીરૂ,એલચી, તજ અને સૂંઠનો પાવડર ભેળવી એક ઊભરો આવે એટલે ઊતારી લેવું. ઇચ્છો તો તેમાં ગોળ પણ ભેળવી શકાય છે. હુંફાળું થાય એટલે પીવાથી એસિડિટીમાં રાહત થાય છે.

અડધો ગ્લાસ પાણીમાં પા ચમચી બેકિંગ સોડા ભેળવી પીવાથી થોડી જ સેકન્ડોમાં રાહત થાય છે.

પાણીની કમીથી એસિડિટીની તકલીફ થવાની શક્યતા રહેલી છે. આમ પણ દિવસ દરમિયાન આઠ ગ્લાસ પાણી પીવું જરૂરી છે.

Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓને માત્ર સૂચનો તરીકે જ લો, abp અસ્મિતા તેની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનનો અમલ કરતા પહેલા, કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લો.