આજકાલ કિડની સ્ટોનની સમસ્યા ઝડપથી વધી રહી છે.જ્યારે કેલ્શિયમ, ઓક્સલેટ અને યુરિક એસિડ જેવા તત્વો કિડનીમાં જમા થાય છે ત્યારે પથરી બને છે.



કિડની સ્ટોનના દર્દીઓએ તેમના ડાયટનું વિશેષ ધ્યાન રાખવું પડે છે



પથરીના દર્દીઓએ વધુ મીઠુ ન ખાવું જોઇએ. ઓક્સલેટ ખોરાક અને પ્રોસેસ્ડ ફૂડનું સેવન ઓછું કરવું જોઈએ.



આ વસ્તુઓ ખાવાથી કિડનીમાં પથરી જેવી ગંભીર સમસ્યા થઈ શકે છે.



માંસાહારી અને સુગર ડ્રીક્સ પણ કિડનીની પથરીનું કદ વધી શકે છે.



કિડની સ્ટોનના દર્દીઓએ શક્ય તેટલું વધુ પાણી પીવું જોઈએ, જેથી પેશાબ દ્વારા પથરી દૂર થઈ શકે.



ચોકલેટ, ચિયા સીડ્સ, મગફળી, પાલક અને બીટરૂટ જેવા ખોરાકનું સેવન કરવાથી કિડનીમાં પથરીની સમસ્યા વધી શકે છે.



કિડની સ્ટોનના દર્દીઓએ માંસ અને માછલી ખાવાનું પણ ટાળવું જોઈએ. તેમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે.



ખાસ કરીને રેડ મીટ અને સીફૂડમાં વધુ પડતું પ્રોટીન હોય છે, જેના કારણે યુરિક એસિડ વધી શકે છે અને કિડનીમાં પથરી થઈ શકે છે.



દૂધ, દહીં અને ચીઝમાં કેલ્શિયમ હોય છે, જેના કારણે કિડની સ્ટોનના દર્દીઓએ આ વસ્તુઓ માત્ર મર્યાદામાં જ ખાવી જોઈએ.



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો