ચ્યવનપ્રાશ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે



શિયાળામાં ચ્યવનપ્રાશ શરદી અને ઉધરસ જેવા ચેપને દૂર રાખે છે.



ચ્યવનપ્રાશ 50 પ્રકારની ઔષધીય વનસ્પતિઓ અને અર્કથી બનેલું છે.



જો કે, ડાયાબિટીસના દર્દીઓને સુગર ફ્રી ચ્યવનપ્રાશનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.



ચ્યવનપ્રાશ વિવિધ જડીબુટ્ટીઓ, હર્બલ અર્ક અને પ્રોસેસ્ડ મિનરલ્સમાંથી તૈયાર કરવામાં આવે છે.



નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઇન્ફોર્મેશનમાં પ્રકાશિત એક પેપર અનુસાર, આ આયુર્વેદિક દવાનું સેવન કરવાથી ઘણા લાભ થાય છે.



ચ્યવનપ્રાશમાં વિટામિન, મિનરલ અને એન્ટીઑકિસડન્ટ સપ્લિમેન્ટ્સ હોય છે



તે પાચનમાં સુધારો કરે છે અને કબજિયાત ઘટાડે છે.



તેનાથી ઉર્જા વધે છે. તે બ્લડ પ્રેશરને સામાન્ય બનાવે છે. તે કોલેસ્ટ્રોલ માટે સારું છે.



ચ્યવનપ્રાશ સવારે ખાલી પેટે દૂધ સાથે લેવું જોઈએ.



આયુષ મંત્રાલયે સૂચવ્યું છે કે 10 ગ્રામ એટલે કે એક ચમચી ચ્યવનપ્રાશ સવારે લેવું જોઈએ.



અસ્થમા અથવા અન્ય શ્વસન રોગોથી પીડિત લોકોએ તેને ગરમ પાણી સાથે લેવું જોઈએ



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો