સફરજન ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.



કહેવાય છે કે રોજ એક સફરજન ખાવાથી ડોક્ટર પાસે જવાની જરૂર નહીં પડે.



લાલ સફરજન દરેક ઋતુમાં બજારમાં ઉપલબ્ધ હોય છે



જ્યારે ગ્રીન એપલ થોડા મહિનાઓ સુધી બજારમાં મળે છે.



ગ્રીન એપલમાં એન્ટિઓક્સિડન્ટ્સ, મિનરલ્સ, વિટામિન્સ અને ફ્લેવોનોઈડ્સ હોય છે



ગ્રીન એપલ કબજિયાત, કોલેસ્ટ્રોલ અને સ્થૂળતા જેવી અનેક સમસ્યાઓથી રાહત અપાવે છે.



ગ્રીન એપલ ખાવાથી હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે.



ગ્રીન એપલ વિટામિન એ, વિટામિન સી, કેલ્શિયમ અને આયર્નનો સારો સ્ત્રોત છે.



ગ્રીન એપલ પેટના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.



ગ્રીન એપલમાં ફાઈબર હોય છે, જે કબજિયાતથી રાહત આપીને પેટ સાફ કરવામાં મદદ કરે છે.



દરરોજ 1-2 ગ્રીન એપલ ખાવાથી ટાઇપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ ઘટાડી શકાય છે.



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો