દૂધી ખાવાથી તમારું સ્વાસ્થ્ય સારું થઈ શકે છે. તે તદ્દન ફાયદાકારક છે. દૂધીમાં વિટામીન B, A, C, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, ફાઈબર, પ્રોટીન અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. દૂધીમાં ભરપૂર માત્રામાં ફાઈબર અને પાણી હોય છે, જે પાચનતંત્રને મજબૂત બનાવે છે. તેના સેવનથી કબજિયાત અને ગેસની સમસ્યા દૂર થાય છે. દૂધીમાં કેલરી ઓછી માત્રામાં હોય છે. તેના સેવનથી વજન ઘટાડવામાં મદદ મળે છે. દૂધીમાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. તેના સેવનથી હૃદયની તંદુરસ્તી સુધારી શકાય છે. કારેલાને દૂધી સાથે ન ખાવું જોઈએ. આ મિશ્રણ ત્વચા પર સફેદ ફોલ્લીઓનું કારણ બની શકે છે. દૂધી અને બીટરૂટ એકસાથે ખાવાનું ટાળવું જોઈએ. આનું સેવન કરવાથી શરીર પર ફોલ્લીઓ થઈ શકે છે.