ઘણીવાર ઘરોમાં લોકો રોટલીને ગેસ પર મૂકીને રાંધે છે. પરંતુ શું તમે જાણો છો કે તે તમારા સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાનકારક છે? રોટલીને સીધી ગેસ પર પકવવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે જ્યારે રોટલી સીધી ગેસ પર શેકવામાં આવે તો તેમાં હાનિકારક રસાયણો ઉત્પન્ન થઈ શકે છે જેના કારણે વ્યક્તિને અનેક પ્રકારની બીમારીઓ સાથે કેન્સર જેવી ખતરનાક બીમારીનો પણ સામનો કરવો પડી શકે છે. કારણ કે ગેસની જ્યોત પર રોટલી પકવવાથી કાર્બન મોનોક્સાઇડ અને અન્ય ઝેરી તત્વો ઉત્પન્ન થઈ શકે છે. આ તત્વો શ્વસનતંત્રને અસર કરી શકે છે અને ફેફસાંની સમસ્યાઓનું કારણ બની શકે છે. વધુમાં, રોટલી સીધી ગેસ પર પકવવાથી તેમાં પોષક તત્વોની ઉણપ થઈ શકે છે.