કેળા એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફળ છે. ઘણા લોકો તેને સવારના નાસ્તામાં નિયમિતપણે ખાવાનું પસંદ કરે છે. તે વિટામિન્સ, મિનરલ્સ અને ફાઈબરથી ભરપૂર છે, જે તેને એક પૌષ્ટિક ફળ બનાવે છે. તમારે કેળાને તમારા આહારનો ભાગ પણ બનાવવો જોઈએ. કેળામાં વધારે માત્રામાં ફાઈબર હોવાથી પાચનને સુધારવામાં મદદ કરે છે. કેળામાં રહેલ પોટેશિયમની વધુ માત્રા હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. કેળામાં કેલરી ઓછી હોય છે અને ફાઈબર વધારે હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. કેળામાં વિટામિન B6 સારી માત્રામાં હોય છે, જે મગજના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. કેળામાં સારી માત્રામાં કાર્બોહાઈડ્રેટ હોય છે, જે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. કેળામાં વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે આંખોની રોશની વધારે છે.