આ સાથે ઘણા લોકો સવારના હળવા નાસ્તામાં ચા અને બિસ્કિટ ખાવાનું પણ પસંદ કરે છે.
ઘણા લોકો સવાર-સાંજ ચા સાથે બિસ્કિટ ખાવાને હેલ્ધી ઓપ્શન માને છે, પરંતુ સત્ય આનાથી બિલકુલ અલગ છે. વાસ્તવમાં દરરોજ બિસ્કિટ ખાવાથી તમારા સ્વાસ્થ્યને ઘણા ગંભીર નુકસાન થઈ શકે છે.
આપણે બધા જાણીએ છીએ કે મેંદો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે.
આવી સ્થિતિમાં જો તમે દરરોજ બિસ્કિટ ખાવ છો તો તે તમને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે
કારણ કે બિસ્કિટ અને કૂકીઝ બનાવવામાં મેંદાના લોટનો ઉપયોગ થાય છે, જે આપણા આંતરડા માટે નુકસાનકારક છે.
બિસ્કિટ બનાવવામાં પામ તેલનો ઉપયોગ થાય છે. પામ તેલમાં 100 ટકા ચરબી હોય છે, જેનો નિયમિત ઉપયોગ હૃદય રોગનું જોખમ વધારી શકે છે.
આ સિવાય પામ ઓઈલનો ફરીથી ઉપયોગ કરવાથી તેની એન્ટીઓક્સીડેન્ટ ક્ષમતા ઓછી થઈ જાય છે અને ઘણા પ્રકારના હૃદય રોગનું જોખમ વધે છે.
સામાન્ય રીતે બિસ્કિટનો સ્વાદ સ્વીટ હોય છે, પરંતુ શું તમે જાણો છો કે બિસ્કિટ બનાવવામાં મીઠાનો પણ ઉપયોગ થાય છે.
બિસ્કિટમાં પ્રતિ 25 ગ્રામ બેગમાં 0.4 ગ્રામ મીઠું હોય છે અને તેને વધુ માત્રામાં ખાવાથી હાઈ બ્લડ પ્રેશર, સ્ટ્રોક અને હાર્ટ ફેલ્યોરનું જોખમ વધી શકે છે.
સ્ટોરમાંથી ખરીદેલા બિસ્કીટ અને કૂકીઝમાં બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સીયાનિસોલ (બીએચએ) અને બ્યૂટાઇલેટેડ હાઇડ્રોક્સીટોલ્યૂઇન (બીએચટી) હોય છે.
સંશોધન મુજબ, આ બંને આપણા લોહી માટે હાનિકારક છે.
2013માં કનેક્ટિકટ કોલેજમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, બિસ્કિટ ખાવાથી મગજને કોકેન અને મોર્ફિન જેવો આનંદ મળે છે જે ઘણી વખત બિસ્કિટ વધુ ખાવાની આદત બનાવે છે.
તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો