શિયાળામાં વિવિધ પ્રકારના શાકભાજી બજારમાં ઉપલબ્ધ છે, ત્યારે ફળોની માંગ પણ વધે છે.



સામાન્ય રીતે કાળી અને લીલી દ્રાક્ષ બજારમાં મળે છે. શિયાળામાં દ્રાક્ષ ખાવાનો પોતાનો અનોખો આનંદ છે.



શિયાળામાં દરરોજ દ્રાક્ષ ખાવાના અનેક ફાયદો થાય છે



દ્રાક્ષમાં સોડિયમ, પોટેશિયમ, સાઇટ્રિક એસિડ, ફ્લોરાઈડ અને આયર્ન જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે.



દ્રાક્ષમાં કેલરીની માત્રા ઘણી ઓછી હોય છે. આ ખાવાથી વજન પણ ઘટે છે.



દ્રાક્ષ ખાવાથી હૃદયરોગ, કેન્સર અને ડાયાબિટીસ જેવી બીમારીઓનું જોખમ ઓછું થઈ શકે છે.



વાસ્તવમાં દ્રાક્ષના સેવનથી બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખી શકાય છે.



દ્રાક્ષમાં વિટામીન A ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે આંખોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.



જે લોકો એનિમિયા અથવા લોહીની ઉણપથી પીડાય છે તેમણે દ્રાક્ષનું સેવન કરવું જોઈએ.



દ્રાક્ષ તણાવ અને અકાળે વૃદ્ધત્વથી બચાવવામાં મદદ કરે છે.



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો