જો કાજુને દૂધમાં પલાળીને ખાવામાં આવે તો તેના પૌષ્ટિક ફાયદાઓ વધી જાય છે.



કાજુમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ અને હેલ્ધી ફેટ્સ ભરપૂર માત્રામાં હોય છે, જ્યારે દૂધમાં કેલ્શિયમ, વિટામિન ડી અને બી12 ભરપૂર માત્રામાં હોય છે.



કાજુમાં મેગ્નેશિયમ પણ હોય છે, જે કેલ્શિયમની સાથે હાડકાંની મજબૂતાઈ વધારે છે. તે હાડકાંને મજબૂત બનાવવામાં મદદરૂપ છે.



કાજુમાં ઓમેગા 3 અને ઓમેગા 6 ફેટી એસિડ હોય છે, જે મગજ માટે ફાયદાકારક છે.



દૂધનું સેવન કરવાથી નર્વસ સિસ્ટમ પણ મજબૂત બને છે.



કાજુમાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામીન E હોય છે, જે ત્વચાને ભેજ પ્રદાન કરે છે અને ત્વચાની સ્થિતિસ્થાપકતા વધારે છે.



દૂધમાં પલાળીને કાજુ ખાવાથી પાચનતંત્રમાં પણ ફાયદો થાય છે. કાજુમાં ફાઈબર હોય છે, જે કબજિયાત અને અપચો દૂર કરે છે.



જે લોકો પોતાનું વજન વધારવા માંગે છે તેમના માટે કાજુ અને દૂધનું મિશ્રણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.



આ લેખ માત્ર સામાન્ય માહિતી માટે છે. વધુ માહિતી માટે નિષ્ણાતની સલાહ લો.