કેલ્શિયમ એ આપણા શરીર માટે જરૂરી મિનરલ્સ છે. તે હાડકાં અને દાંતને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.



કેલ્શિયમ સ્નાયુ સંકોચન, રક્ત ગંઠાઈ જવા અને નર્વસ સિસ્ટમના કાર્ય માટે પણ જરૂરી છે.



તેની ઉણપથી હાડકાની નબળાઈ, ઓસ્ટીયોપોરોસીસ અને સ્નાયુઓમાં ખેંચાણ જેવી સમસ્યાઓ થઈ શકે છે.



શરીરમાં તેનું યોગ્ય સંતુલન જાળવવા માટે આપણા આહારનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે.



આ માટે કેલ્શિયમથી ભરપૂર ખાદ્ય પદાર્થો જેમ કે ડેરી ઉત્પાદનો, લીલા પાંદડાવાળા શાકભાજી તમારા રોજિંદા ડાયટમાં સામેલ કરવા જોઈએ.



દૂધ, દહીં, ચીઝ વગેરે કેલ્શિયમના સારા સ્ત્રોત છે. આનું સેવન કરવાથી શરીરમાં કેલ્શિયમની ઉણપ નથી થતી.



લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે પાલક, બ્રોકલી કેલ્શિયમ માટે શ્રેષ્ઠ પસંદગી છે.



બદામમાં પણ કેલ્શિયમ વધુ માત્રામાં હોય છે. કેલ્શિયમ ઉપરાંત તેમાં ફાઇબર અને વિટામિન ઇ પણ સારી માત્રામાં હોય છે



સૅલ્મોન અને સારડીન જેવી માછલીઓ ખાવામાં આવે છે ત્યારે તે સારી માત્રામાં કેલ્શિયમ પ્રદાન કરે છે.



અંજીરમાં સારી માત્રામાં કેલ્શિયમ જોવા મળે છે. દરરોજ તેનું સેવન કરવાથી કેલ્શિયમની સાથે અન્ય જરૂરી પોષક તત્ત્વો જેમ કે ફાઈબર, વિટામિન વગેરે મળે છે.



કઠોળ પણ કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત છે. તેને ડાયટમાં સામેલ કરીને તમે શરીરમાં કેલ્શિયમનું સ્તર વધારી શકો છો.



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો