એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોંગોથી પડોશી દેશોમાં ફેલાતો ઘાતક એમપોક્સ સ્ટ્રેન છોકરીઓ અને યુવતીઓ માટે ખતરો બની શકે છે.
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, છોકરીઓ અને યુવતીઓ એમપોક્સનું કારણ બનનારા વાયરસના એક વેરિઅન્ટ પ્રત્યે વધુ સંવેદનશીલ હોઇ શકે છે.
પૂર્વ કાંગોમાં આ જીવલેણ સ્ટ્રેનના કારણે સેંકડો બાળકોના મોત થઈ ચૂક્યા છે.
વાયરસના આ વેરિઅન્ટ વિશેની માહિતી યુરોસર્વેલન્સ મેગેઝિનમાં પ્રકાશિત કરવામાં આવી હતી, જે મુજબ પૂર્વી કોંગોના એક પ્રદેશ બુરંન્ડીમાં 154 લોકોનું એમપોક્સ માટે ટેસ્ટ કરવામાં આવ્યો છે.
3 જૂલાઈથી 9 સપ્ટેમ્બર સુધીમાં નોંધાયેલા 154 MPox કેસમાંથી સરેરાશ ઉંમર 9.5 વર્ષ હતી.
રિપોર્ટ અનુસાર ચેપગ્રસ્ત છોકરીઓની સરેરાશ ઉંમર છ વર્ષ હતી જ્યારે છોકરાઓની ઉંમર 17.5 વર્ષ હતી
જ્યારે 254 દર્દીઓનું એનાલિસિસ કરવામાં આવ્યું ત્યારે પુરૂષો અને મહિલાઓમાં મોટો તફાવત જોવા મળ્યો.
આ બીમારીને કારણે હોસ્પિટલમાં દાખલ મહિલાઓની સરેરાશ ઉંમર 16 વર્ષ હતી, જ્યારે પુરુષોની સરેરાશ ઉંમર 32 વર્ષ હતી.
અભ્યાસ મુજબ, ક્લેડ IB તરીકે ઓળખાયેલ સબવેરિયન્ટ અગાઉના વેરિઅન્ટની તુલનામાં વધુ ઝડપથી ફેલાય છે
નજીકના શારીરિક સંપર્ક તેમજ તમામ પ્રકારની જાતીય પ્રવૃત્તિઓ દ્વારા ફેલાય છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ઓગસ્ટમાં બે વર્ષમાં બીજી વખત એમપોક્સને વૈશ્વિક જાહેર આરોગ્ય ઈમરજન્સી જાહેર કરી હતી.
MPox ના સામાન્ય લક્ષણો ત્વચા પર ફોલ્લીઓ અથવા મ્યુકોસલ જખમ છે જે 2-4 અઠવાડિયા સુધી ટકી શકે છે તેની સાથે તાવ, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, પીઠનો દુખાવો, નબળાઇ જોવા મળે છે.
તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો