આ દિવસોમાં સમગ્ર ભારતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. આ ઋતુમાં તમારા શરીરને વધારાની કાળજી લેવાની જરૂર છે.

ઠંડી ઘણીવાર થાક, નબળાઈ, શરદી, ઉધરસ અને સાંધાના દુખાવામાં વધારો કરે છે

પરંતુ તમારા ડાયટમાં કેટલાક ડ્રાયફૂટ્સને સામેલ કરવાથી શરીર ગરમ રહે છે

ડ્રાયફૂટ્સમાં રહેલા પોષક તત્વો રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને દિવસભર ઉર્જા જાળવવામાં મદદ કરે છે.

હેલ્ધી ફેટ, વિટામિન, મિનરલ્સ અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર ડ્રાયફૂટ્સ શરીરને ગરમ રાખે છે

આ કારણોસર શિયાળા દરમિયાન દરરોજ થોડી માત્રામાં ડ્રાયફૂટ્સ ખાવાની ભલામણ કરવામાં આવે છે.

ખજૂર આયર્ન, પોટેશિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. તે તાત્કાલિક ઉર્જા આપે છે.

ખજૂર ખાવાથી શરદી અને ખાંસી જેવા ચેપથી બચવામાં મદદ મળે છે તેવું માનવામાં આવે છે.

બદામમાં પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન ઇ હોય છે. દરરોજ સવારે પલાળેલી બદામ ખાવાથી યાદશક્તિ સુધરે છે, રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે

ઓમેગા-૩ ફેટી એસિડથી ભરપૂર અખરોટ શિયાળામાં ખાવા માટે પણ ખૂબ ફાયદાકારક છે.

કાજુમાં સ્વસ્થ ચરબી અને મિનરલ્સ હોય છે જે ઊર્જા પ્રદાન કરે છે અને શરીરને ઠંડીથી બચાવે છે.

કિસમિસ આયર્ન અને ફાઇબરથી ભરપૂર હોય છે. તે પાચનને ટેકો આપે છે અને એનિમિયા સામે લડવામાં મદદ કરે છે.

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો