ઘી અને ખજૂર બંને ફાયદાકારક છે. પ્રાચીન સમયમાં લોકો ઘીમાં પલાળીને ખજૂર ખાતા હતા આયુર્વેદ અનુસાર, ખજૂર અને ઘી ઊર્જાના સારા સ્ત્રોત છે અને પાચનતંત્ર સુધારે છે આયુર્વેદ મુજબ ઘી કફ અને વાત દોષને શાંત કરવા માટે સારું માનવામાં આવે છે. જો તમે કબજિયાતથી પીડિત છો તો તમારે તેને ડાયટમાં સામેલ કરવું જોઇએ ખજૂરમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે અને ઘી સાથે તે પેટની પાચનક્રિયાને સરળ બનાવવાનું કામ કરે છે. ખજૂરમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ હોય છે, જે હાડકાને મજબૂત બનાવે છે ખજૂર અને ઘી ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ઘીમાં હેલ્ધી ફેટ હોય છે જે મગજના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ ખજૂરમાં મળી આવે છે જે મગજ સ્વસ્થ અને તેજ બનાવે છે. તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો