વિટામીન B12 શરીર માટે ખૂબ જ જરૂરી છે. આ ઉણપને પુરી કરવા લોકો દવાઓ લે છે.



કેટલાક લોકો વિટામીન B12 નો ઓવરડોઝ લે છે. તેનાથી શરીરમાં વિટામિન B12નું સ્તર વધી શકે છે.



નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થના રિપોર્ટ અનુસાર, વ્યક્તિના શરીરમાં વિટામિન B12નું સ્તર 950 pg/mLથી વધુ ન હોવું જોઈએ.



જો શરીરમાં વિટામિન B12 નું સ્તર 900 pg/mL થી વધી જાય, તો તે ઘણી બીમારીઓનું કારણ બની શકે છે.



શરીરમાં વિટામિન B12નું સ્તર વધવાથી ત્વચા પર લાલ ચકામા દેખાવા લાગે છે.



આ ફોલ્લીઓ મોટે ભાગે મોં અને પીઠ પર થાય છે.



શરીરમાં વિટામીન B12 નું લેવલ વધવાથી બ્લડ ક્લોટની સમસ્યા થાય છે.



આ ક્લોટ્સ શરીરના કોઈપણ ભાગમાં બની શકે છે.



જો શરીરમાં વિટામિન B12 નું સ્તર 950 pg/mL થી વધુ હોય, તો કેટલાક કિસ્સાઓમાં તે શરીરમાં લોહીના પ્રવાહને પણ ઘટાડી શકે છે.