સવારે નયણા કોઠે હુંફાળું પાણી પીવાથી પાચનક્રિયા ઝડપી બને છે.

ખોરાક ધીમે-ધીમે અને સરખી રીતે ચાવીને ખાવાથી જલ્દી પચે છે.

સલાડ, અનાજ અને ફળો ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે

દહીં અને છાશમાં રહેલા પ્રોબાયોટિક્સ પેટ માટે ખૂબ ગુણકારી છે.

રાત્રે જમ્યા પછી ઓછામાં ઓછું 15 થી 20 મિનિટ ચાલવાની ટેવ રાખો.

કેફીનનું વધુ સેવન કરવાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે.

જમ્યા પછી વરિયાળી ખાવાથી અથવા જીરું પાણી પીવાથી ગેસમાં રાહત મળે છે

દરરોજ સમયસર ભોજન લેવાથી પાચન તંત્ર યોગ્ય રીતે કામ કરે છે.

શરીરમાં પાણીની કમી પાચન બગડવાનું મુખ્ય કારણ બની શકે છે.

વધુ મસાલેદાર ખોરાક પેટમાં બળતરા અને એસિડિટી ઉત્પન્ન કરે છે.