પેટની ચરબી ઘટાડવા માટે સૌથી પહેલા રોજની ખાવા-પીવાની આદતો સુધારો.

લાંબા સમય સુધી સતત બેસી રહેવાને બદલે વચ્ચે-વચ્ચે ચાલતા રહો.

વધુ ખાંડવાળા પીણાં અને મીઠાઈનું સેવન ઓછું કરો.

પેકેટવાળા અને અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડથી શક્ય તેટલું દૂર રહો.

રોજ ઓછામાં ઓછું 30 મિનિટ ચાલવાની કે કસરત કરવાની આદત બનાવો.

ભોજનમાં પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર ખોરાક સામેલ કરો.

તણાવ વધારે હોય તો યોગ, ધ્યાન અથવા શ્વાસની કસરત અજમાવો.

રાત્રે પૂરતી અને નિયમિત ઊંઘ લેવી પણ વજન નિયંત્રણ માટે મહત્વપૂર્ણ છે.

માત્ર પેટની કસરતથી પેટની ચરબી ઘટતી નથી, સમગ્ર શરીરનું વજન નિયંત્રિત કરવું જરૂરી છે.

આદતોમાં ધીમે-ધીમે કાયમી ફેરફાર કરશો તો પરિણામ જાળવી રાખવું સરળ બને છે.