ડ્રાય ફ્રૂટ્સ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કાજુ, બદામ, અખરોટ અને કિસમિસના ફાયદા કોઈનાથી છૂપાયેલા નથી. આયુર્વેદ અનુસાર, અંજીર સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓમાં ખૂબ અસરકારક છે. માત્ર અંજીર જ નહીં પરંતુ તેનું પાણી પીવાથી પણ ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. અંજીરનું પાણી પીવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે બ્લડ પ્રેશરને કંન્ટ્રોલ કરે છે. તેમાં રહેલ ઓમેગા 3 અને ઓમેગા 6 ફેટી એસિડ હૃદયની બીમારીઓ સામે રક્ષણ આપે છે. અંજીરના પાણીમાં સારી માત્રામાં કેલ્શિયમ હોય છે. તેથી જ અંજીર હાડકાં માટે ઉત્તમ ટોનિક છે. ડાયાબિટીસના દર્દીઓને મીઠાઈ ખાવાની મનાઈ છે, પરંતુ તેઓ મર્યાદિત માત્રામાં અંજીર અથવા પાણીનું સેવન કરી શકે છે. ડાયટમાં અંજીરનો સમાવેશ કરવાથી પાચનક્રિયા સુધરે છે. ખાલી પેટે અંજીર અને તેનું પાણી પલાળીને પીવાથી કબજિયાતમાં રાહત મળે છે અંજીરના સેવનથી આંતરડાની બળતરામાં રાહત મળે છે. તે એનિમિયાને પણ મટાડે છે અને ફેફસાંને મજબૂત બનાવે છે. તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો