હાઈ બ્લડ પ્રેશર એટલે કે હાઈપરટેન્શન એ એક સામાન્ય સ્થિતિ છે પરંતુ તેને નિયંત્રણમાં રાખવું જરૂરી છે



સ્વસ્થ રહેવા માટે હાઈપરટેન્શનને નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી છે.



જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો આ સરળ કુદરતી પદ્ધતિઓથી પણ તેને મેનેજ કરી શકાય છે.



અમેરિકન હાર્ટ એસોસિએશન અનુસાર, હાઇપરટેન્શનથી પીડિત મોટાભાગના લોકો તેને નિયંત્રણમાં રાખવા માટે સંઘર્ષ કરે છે.



જો લાંબા સમય સુધી બ્લડ પ્રેશર રહે છે તો તે હૃદય રોગ, સ્ટ્રોક અથવા કિડનીને નુકસાન થવાનું જોખમ વધારે છે.



દરરોજ વર્કઆઉટ તમને શારીરિક અને માનસિક રીતે ફિટ રાખે છે.



વ્યાયામ કરવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. હૃદય મજબૂત બને છે અને સ્ટ્રેસ લેવલ પણ ઓછું થાય છે.



નિષ્ણાતો દર અઠવાડિયે ઓછામાં ઓછા 100 મિનિટ વર્કઆઉટ કરવાની ભલામણ કરે છે



મીઠાને હૃદયનો દુશ્મન માનવામાં આવે છે. વધુ પડતું મીઠું લાંબા ગાળે તમારા હૃદયના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.



પોટેશિયમ હૃદયના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા અને બ્લડ પ્રેશરના સ્તરને જાળવવા માટે શ્રેષ્ઠ મિનરલ્સ છે.



પોટેશિયમથી ભરપૂર આહાર લો, જેમાં કેળા, ટામેટાં, બટાકા, બદામ, દૂધ, દહીં, લીલા કઠોળ, માછલી વગેરેનો સમાવેશ થાય છે.



હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે આલ્કોહોલમાં શુગરનું પ્રમાણ ઘણું વધારે હોય છે અને તેમાં કેલરી પણ ઘણી હોય છે



આરોગ્ય નિષ્ણાતો માને છે કે તણાવપૂર્ણ જીવન બ્લડ પ્રેશરનું સ્તર વધારી શકે છે



જો તમે વારંવાર તણાવમાં રહેશો તો હૃદયની બીમારીઓનું જોખમ રહેલું છે



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો