જો પાચનતંત્ર બરાબર કામ ન કરે તો આખી રાત બેચેની રહે છે અને ઊંઘમાં પણ ખલેલ પહોંચે છે. સારી ઉંઘ અને સારી પાચનક્રિયા માટે રાત્રે સૂતા પહેલા કેટલાક ડ્રિંક્સનું સેવન કરવું જોઈએ. વરિયાળી અજમાનું પાણી રાત્રે સૂતા પહેલા પીવું જોઈએ. વરિયાળી અને અજમામાં બળતરા વિરોધી અને એન્ટીઑકિસડન્ટ ગુણો જોવા મળે છે જે પાચનને સુધારવામાં મદદ કરે છે. અજમામાં થાઇમોલ જોવા મળે છે જે પેટમાં ગેસ, પેટનું ફૂલવું અને એસિડિટી ઘટાડવામાં મદદરૂપ છે. વરિયાળી અને અજમા ચા કેવી રીતે બનાવવી સૌથી પહેલા પેનમાં એક ગ્લાસ પાણી નાખો. હવે તેમાં અડધી ચમચી અજમા અને વરિયાળી ઉમેરો. આ પાણીને પાણીનો રંગ બદલાય ત્યાં સુધી ઉકાળો. હવે એક ગ્લાસમાં પાણી ગાળીને તેનું સેવન કરો. અહીં આપવામાં આવેલી તમામ માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. કોઈપણ માહિતી અમલમાં મૂકતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.