ડાયાબિટીસ અને હૃદય રોગ વિશ્વભરમાં ઝડપથી વધી રહેલી આરોગ્ય સમસ્યાઓ બની ગયા છે. ખરાબ જીવનશૈલી અને ખરાબ ડાયટના કારણે ઘણા લોકો ડાયાબિટીસ અને હૃદય રોગનો શિકાર બને છે. આંકડા મુજબ, ડાયાબિટીસના દર ચારમાંથી એક દર્દીને હૃદય રોગનું જોખમ છે, જે ગંભીર સ્થિતિ છે. આપણા શરીરમાં ઇન્સ્યુલિન હોર્મોન હોય છે જે શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ડાયાબિટીસ બે પ્રકારના હોય છે. પ્રથમ ટાઇપ 1 ડાયાબિટીસ જે ઓટોઇમ્યૂન બીમારી છે આમાં ઇમ્યૂન સિસ્ટમ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતા કોષોનો નાશ કરે છે. બીજું ટાઇપ-2 ડાયાબિટીસ છે. આ સમસ્યા સ્થૂળતા, અસ્વસ્થ આહાર અને ખરાબ જીવનશૈલીના કારણે થાય છે. ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓને હૃદય રોગનું જોખમ વધારે હોય છે. લોહીમાં શુગર લેવલ લાંબા સમય સુધી ઊંચું રહે છે, ત્યારે તે શરીરના ઘણા અંગો પર અસર કરે છે આવી સ્થિતિમાં હૃદય પર ઘણું દબાણ આવે છે અને હાર્ટ અટેક અથવા સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. તમારા બ્લડ સુગર લેવલનું નિયમિતપણે નિરીક્ષણ કરો અને તેને નિયંત્રણમાં રાખો. તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો