આરોગ્ય નિષ્ણાતોના મતે જો કોઈ વ્યક્તિ સ્વસ્થ હોય તો તેને દર 3 કે 6 મહિને ચેકઅપ કરાવવાની જરૂર નથી

ઘણા લોકો નાની સમસ્યાઓ માટે પણ હેલ્થ ચેકઅપ પેકેજ કરાવતા હોય છે પરંતુ તેણે વર્ષમાં એકવાર ચોક્કસ કેટલાક આવશ્યક આરોગ્ય ટેસ્ટ કરવા જોઈએ.

નિષ્ણાતોના મતે દરેક વ્યક્તિએ વર્ષમાં એકવાર પોતાનું બ્લડ પ્રેશર તપાસવું જોઈએ.

HbA1c ટેસ્ટથી ડાયાબિટીસ અને પ્રી ડાયાબિટીસની જાણ થઈ શકે છે તે સાથે CBC ટેસ્ટમાં લોહીની ઉણપની સમસ્યાઓ જાણી શકાય છે.

લીવર ફંક્શન ટેસ્ટ (LFTs), કિડની ફંક્શન ટેસ્ટ (KFTs), થાઇરોઇડ પ્રોફાઇલ્સ, હિમોગ્લોબિન, વિટામિન D અને વિટામિન B12 નો ટેસ્ટ કરવો જોઈએ

આ ટેસ્ટ ફેટી લીવર, કિડની ફંક્શન, થાઇરોઇડ ડિસઓર્ડર, એનિમિયા અને શરીરમાં આવશ્યક વિટામિનની ઉણપ જાણી શકાય છે

બ્લડ ટેસ્ટ સિવાય ચેસ્ટનો એક્સ-રે અને પેટના અલ્ટ્રાસાઉન્ડને પણ ઉપયોગી ટેસ્ટ માનવામાં આવે છે.

40 વર્ષની ઉંમરથી શરૂ કરીને દર પાંચ વર્ષે સીટી કોરોનરી એન્જીયોગ્રાફી અને સીટી કેલ્શિયમ સ્કોર ટેસ્ટ કરાવવા જોઈએ

૪૦ વર્ષની ઉંમર પછી ECG, ઇકોકાર્ડિયોગ્રાફી અને સ્ટ્રેસ ટેસ્ટ પણ કરી શકાય છે

મહિલાઓને દર ત્રણ વર્ષે પેપ સ્મીયર કરાવવાની સલાહ આપવામાં આવે છે.40 વર્ષની ઉંમર પછી દર વર્ષે મેમોગ્રાફી કરાવવી જોઈએ

ઓસ્ટીયોપોરોસિસનું ઊંચું જોખમ ધરાવતી મહિલાઓએ 50 વર્ષની ઉંમર પછી DEXA બોન ડેન્સિટી સ્કેન પણ કરાવવું જોઈએ.