ઉંમરની અસર આપણી ત્વચા અને વાળ પર દેખાય છે.

ચહેરા પર ગ્લો મેળવવા માટે ઘણા લોકો બજારમાં ઉપલબ્ધ મોંઘી ક્રીમ અને બ્યુટી પ્રોડક્ટ્સનો આશરો લે છે.

આજે અમે તમને પાંચ ફૂડ વિશે જણાવી રહ્યા છીએ જે તમારા ડાયટમાં સામેલ કરો તો કુદરતી ચમક મળી શકે છે

એવોકાડો ખાવાથી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

તેમાં સ્વસ્થ ચરબી, વિટામિન ઇ અને વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં હોય છે.

બ્લૂબેરીમાં વિટામિન સી અને એન્થોસાયનિન જેવા એન્ટીઑકિસડન્ટ ભરપૂર માત્રામાં હોય છે.

તમારી ત્વચા પર કુદરતી ચમક મેળવવા માટે તમે તમારા ડાયટમાં બ્લૂબેરીનો સમાવેશ કરી શકો છો.

અખરોટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ડ્રાયફ્રુટ છે. તેમાં ઓમેગા-૩ ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે

ગાજરમાં શરીરને સ્વસ્થ રાખવા માટે જરૂરી એવા વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટી-ઓક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે.

ગ્રીન ટી અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં રહેલા પોલિફેનોલ્સ કોલેજનનું ઉત્પાદન વધારવામાં મદદ કરે છે,

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો