જો તમે પણ કોક અને હોટ ડોગ જેવા ફાસ્ટ ફૂડના શોખીન છો તો સાવધાન થઇ જાવ તાજેતરમાં એક નવા અભ્યાસમાં બહાર આવ્યું છે કે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ વધુ ખાવાથી આયુષ્યમાં ઘટાડો થાય છે મિશિગન યુનિવર્સિટીએ કરેલા નવા અભ્યાસમાં જાણવા મળ્યું કે આપણા આયુષ્ય પર અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડની અસર થાય છે અભ્યાસો અનુસાર, કેટલાક અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સ તમારું આયુષ્ય ઘટાડી શકે છે. હોટ ડોગ તમારા જીવનમાંથી 36 મિનિટ ઓછી કરી શકે છે જ્યારે કોક તમારા જીવનમાંથી 12 મિનિટ ઓછી કરી શકે છે સેન્ડવીચ અને ઇંડા 13 મિનિટ ઘટાડે છે, જ્યારે ચીઝબર્ગર 9 મિનિટ ઘટાડી શકે છે. સંશોધનમાં એ પણ જાણવા મળ્યું કે અમુક પ્રકારની માછલીઓ ખાવાથી તમારા આયુષ્યમાં 28 મિનિટનો વધારો થઈ શકે છે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ હૃદયરોગ સંબંધિત મૃત્યુનું જોખમ 50 ટકા વધારી શકે છે. Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો