આપણી ખરાબ લાઇફસ્ટાઇલ પણ આપણી યાદશક્તિને ઘણી હદ સુધી અસર કરે છે. શરૂઆતમાં નાની-નાની વાતો ભૂલી જવી પાછળથી અલ્ઝાઈમરનું સ્વરૂપ લઈ શકે છે. ઊંઘ એ આપણા મગજને આરામ કરવાનો અને યાદશક્તિને મજબૂત કરવાનો સમય છે. જ્યારે આપણને પૂરતી ઊંઘ નથી મળતી ત્યારે આપણું મગજ યોગ્ય રીતે કામ કરતું નથી આપણી યાદશક્તિ નબળી પડી જાય છે. તેથી વ્યક્તિએ દરરોજ 7-8 કલાકની ઊંઘ લેવાનો પ્રયાસ કરવો જોઈએ. તણાવ આપણા શરીરમાં કોર્ટિસોલ નામના હોર્મોનનું સ્તર વધારે છે, જે યાદશક્તિને અસર કરે છે. સંતુલિત આહાર ન લેવાથી મગજને જરૂરી પોષક તત્વો નથી મળતા, જેના કારણે યાદશક્તિ નબળી પડી શકે છે. મગજને યોગ્ય રીતે કામ કરવા માટે પોષક તત્વોની જરૂર હોય છે. તેથી તમારા ડાયટમાં ફળો, શાકભાજી અને સૂકા ફળો જેવા પૌષ્ટિક ખોરાકનો સમાવેશ કરો. દારૂ અને ધૂમ્રપાન કરવાથી મગજના કોષોને નુકસાન થાય છે અને યાદશક્તિ નબળી પડે છે. એકસાથે અનેક કામ કરવાથી ધ્યાન ભટકાય છે. વ્યક્તિ કોઈ પણ કાર્ય પર સંપૂર્ણ ધ્યાન આપી શકતો નથી. તેનાથી યાદશક્તિ નબળી પડી શકે છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ મર્યાદિત કરો અને પુસ્તકો વાંચવા અથવા અન્ય પ્રવૃત્તિઓ કરવામાં સમય પસાર કરો. દરરોજ કસરત કરવી જરૂરી છે. તેનાથી લોહીનો પ્રવાહ સુધરે છે, જે મગજને સ્વસ્થ રાખે છે. તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો