જો તમારા હાડકાં નબળા પડી જાય છે તો તમારા માટે ચાલવું પણ મુશ્કેલ બની જાય છે.



જો મહિલાઓની વાત કરીએ તો 35 વર્ષની ઉંમર બાદ તેમના હાડકા નબળા થવા લાગે છે.



તેથી, એ મહત્વનું છે કે તમે હાડકાં માટે જરૂરી પોષક તત્વોનું સેવન કરતા રહો.



અમે તમને એક એવા ડ્રાય ફ્રુટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને ખાવાથી તમારા હાડકા મજબૂત થશે.



જો તમે આ ખાશો તો તમારે કોઈ મોંઘા સપ્લીમેન્ટ લેવાની જરૂર નહીં પડે.



જે ડ્રાય ફ્રુટ વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તેને 'મખાના' અથવા 'ફોક્સ નટ' કહેવામાં આવે છે.



મખાના કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત છે, તેથી તે આપણા હાડકાંને મજબૂત બનાવે છે.



મખાના ખાવાની સૌથી સારી રીત છે તેને દૂધ સાથે ઉકાળીને તેનું સેવન કરો.



આ સાથે તમે તેને ઘીમાં શેકીને અને હળવું મીઠું નાખીને પણ ખાઈ શકો છો.